અમદાવાદઃ એસીબીએ જોરદાર મોટું ઓપરેશન કરીને લાખો રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે. સુશ્રી પ્રિતલબેન જશુભાઇ ચૌધરી, પો.સ.ઇ, બોપલ પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય અને દિલીપકુમાર મફતભાઇ ભોઇ, અ.હે કોન્સ, શીલજ બીટ, બોપલ પોલીસ સ્ટેશન અમદાવાદ સામે મોટી કાર્યવાહી કરી છે.
લાંચની માંગણીની રકમ : રૂપિયા 5 લાખ રિકવર કરવામાં આવ્યાં છે.
ગુનાનુ સ્થળ: બોપલ પોલીસ સ્ટેશન શીલજ બીટ, સાયબર ક્રાઇમની ઓફીસ
ફરીયાદીના વિરૂધ્ધમાં બોપલ પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસ આ મહિલા પીએસઆઇ કરતા હતા. તપાસ ઉપરથી ફરીયાદીની વિરૂધ્ધમાં ગુનો દાખલ નહીં કરવાના કામે આ કામના આરોપીએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અંતે 5 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ.
ફરીયાદીએ ખેડા એ.સી.બી પોલીસ સ્ટેશન, નડીયાદ ખાતે ફરિયાદ આપી હતી, જેને આધારે ગોઠવેલા લાંચના છટકામાં હેડ કોન્સ્ટેબલ આવી ગયો હતો. તેને પોતાના મોબાઇલ ફોનથી આરોપી પીએસઆઇને ફોન કરીને સ્પીકર ફોનથી વાત કરી હતી અને લાંચના નાણાં મળી ગયા હોવાનું જણાવ્યું હતુ. હાલમાં મહિલા પીએસઆઇ ફરાર છે.
ટ્રેપીંગ અધિકારી: એ.આર.પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેકટર, ખેડા એ.સી.બી પોલીસ સ્ટેશન નડીયાદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ