વડોદરામાં ફરી એકવાર ડ્રગ્સ બનાવતું પ્રોસેસિંગ યુનિટ ઝડપાયું, અગાઉના યુનિટ સાથે નીકળ્યું કનેક્શન

07:46 PM Dec 07, 2022 | gujaratpost

એટીએસની ટીમે સિંધરોટમાં રેડ પાડીને કેમિકલ ભરેલા બેરલ કર્યાં જપ્ત

વડોદરાઃ ફરી એકવાર ડ્ર્ગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. એક પ્રોસેસિંગ યુનિટમાંથી 100 કિલો કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. અહીં કેમિકલમાંથી એમડી ડ્રગ્સ બનાવાતું હતુ. આ કન્સાઈનમેન્ટ પહેલા મુંબઈ અને પછી દુબઈ લઈ જવાનું હતું. પરંતુ તેને ઝડપી પાડવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી  ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. 

થોડા દિવસ પહેલા ATSએ વડોદરા નજીક સિંઘરોટમાં દરોડા પાડીને અંદાજે રૂ. 500 કરોડની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરોડા બાદ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલ ભરેલા બેરલ જપ્ત કરવામાં આવ્યાં હતા. 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેના સંલગ્ન જ બીજો સામાન અને લેબ ઝડપી પાડવામાં આવી છે. પહેલા ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની બાજુમાં જ આરોપીઓએ બીજી લેબ તૈયાર કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post