+

શેરડીના રસમાં ઝેર...વડોદરામાં આખો પરિવાર વિખેરાયો, ઘરના સભ્યએ પિતા, પત્ની, પુત્રને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

વડોદરાઃ શહેરના તરસાલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારના સભ્યોને શેરડીના રસમાં ઝેર ભેળવીને પીવડાવવામાં આવતા આરોપીના પિતા અને પત્નીનું મોત થયું છે.જ્યારે પુત્રની હાલત ગંભીર છે.

વડોદરાઃ શહેરના તરસાલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારના સભ્યોને શેરડીના રસમાં ઝેર ભેળવીને પીવડાવવામાં આવતા આરોપીના પિતા અને પત્નીનું મોત થયું છે.જ્યારે પુત્રની હાલત ગંભીર છે.

ઘટનાની પોલીસને જાણ કર્યા વિના બંને મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતા. શેરડીના રસમાં ઝેર ભેળવનાર વ્યક્તિની ધરપકડ કરવા પોલીસ આવી ત્યારે તેણે પણ ઝેર પી લીધું હતું. તે વ્યક્તિની હાલત નાજુક છે. 

શું છે સમગ્ર મામલો ?

સોની પરિવાર તરસાલી વિસ્તારમાં રહેતો હતો.આરોપી ચેતનભાઈએ શેરડીના રસમાં ઝેર ભેળવી પરિવારને આપ્યું હતું. જેમાં તેમના પત્ની બિંદુબેન સોની અને પિતા મનોહરલાલ સોનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.પછી ચેતનભાઈએ પોલીસને કોઈ માહિતી આપ્યાં વિના બંને મૃતદેહોના અગ્નિસંસ્કાર કરી દીધા હતા.હાલમાં ચેતનભાઇનો પુત્ર આકાશ સોની સયાજી હોસ્પિટલના ICUમાં ગંભીર હાલતમાં દાખલ છે.

ચેતનભાઈ સામે ગુનો નોંધાયો

પોલીસને ઘટનાની માહિતી મળતાં ચેતનભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તેમને પણ ઝેર પી લીધું હતું. જોકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમની હાલત નાજુક છે. પોલીસે ચેતનભાઈ સામે કલમ 302 નો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

પાડોશીનું કહેવું છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી ભાડેથી રહે છે,પરંતુ ક્યારેય કોઈ લડાઈ કે કંઈ સાંભળ્યું નથી,પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter