અમદાવાદઃ એસીબીએ ટ્રેપ કરીને વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે, નિલેષકુમાર ભીખાભાઇ પટેલ, રીજીયોનલ ફાયર ઓફીસર વર્ગ-1, વુડાભવન, વડોદરા, રહે. 9- સત્સંગવિલા, દેવસ્ય સ્કૂલ રોડ, શ્રીધર પેરેડાઇઝની સામે, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ અને અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડા (પ્રજાજન) રહે. માંગલેજ, તા.કરજણ, જી.વડોદરા પર સકંજો કસ્યો છે.
રીજીયોનલ ફાયર ઓફીસ, સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, એલ એન્ડ ટી સર્કલની સામે, વુડાભવન, કારેલી બાગ, વડોદરામાં આ બાબુએ પોતાની ચેમ્બરમાં જ રૂ.2 લાખ 25 હજાર લીધા અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
આ પણ વાંચો....અધિકારીના ઘરમાં ડબલ બેડ નીચેથી મળ્યાં રૂ 30,00,000 રોકડા
ફરીયાદીએ ફાયર સેફ્ટી માટે ફાયર કચેરીમાં એન.ઓ.સી. મેળવવા અરજી કરી હતી. જેમાં એન.ઓ.સી. આપવા રૂ.2 લાખ 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, ફરિયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં અધિકારીએ લાંચની રકમ અપૂર્વસિંહ મહિડાને આપવા જણાવ્યું હતુ. જેમાં હવે બંને આરોપીઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
ટ્રેપીંગ અધિકારીઃ એચ.પી કરેણ
પોલીસ ઇન્સ્પેક્ટર,
અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશન, મોડાસા
સુપરવિઝન અધિકારીઃ એ. કે. પરમાર
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આ પણ વાંચો....આ અધિકારીના ઘરમાં ડબલ બેડ નીચેથી મળ્યાં રૂ 30,00,000 રોકડા