+

રૂ.500 કરોડના ડ્રગ્સમાં સૌમિલ પાઠક મુખ્ય સૂત્રધાર, ડ્રગ્સ બનાવવા ખેતરની પસંદગીથી રેવ પાર્ટીઓમાં સપ્લાયનું કર્યું પ્લાનિંગ

વડોદરાઃ ગુજરાત એટીએસે ફરી એક વખત કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને યુવાધનને બરબાદ થતું અટકાવ્યું છે, વડોદરા પાસે સિંઘરોટ ગામમાં એક ખેતરમાં આ ફેક્ટરી તૈયાર કરાઇ હતી, જેમાંથી અંદાજે 63 કિલો MD ડ્

વડોદરાઃ ગુજરાત એટીએસે ફરી એક વખત કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને યુવાધનને બરબાદ થતું અટકાવ્યું છે, વડોદરા પાસે સિંઘરોટ ગામમાં એક ખેતરમાં આ ફેક્ટરી તૈયાર કરાઇ હતી, જેમાંથી અંદાજે 63 કિલો MD ડ્રગ્સ અને 80 કિલો MD ડ્રગ્સ બનાવવા તૈયાર કરાયેલું રો મટિરિયલ્સ જપ્ત કરાયું છે, આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 500 કરોડ રૂપિયા જેટલી થાય છે.

સૌમિલની પૂછપરછમાં ખુલશે મોટા રહસ્યો

પાંચ શખ્સોની કરાઇ ધરપકડ

એટીએસે સૌમિલ પાઠક ઉર્ફે સેમ, શૈલેષ કટારીયા, વિનોદ, મોહંમદ સફી, ભરત ચાવડાની ધરપકડ કરી છે. સૌમિલ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, કોઇને ખબર ન પડે તે માટે ફેક્ટરીમાં 4 થી 5 જ લોકો કામ કરતા હતા, ડ્રગ્સનો જથ્થો મુંબઇ જેવા મોટા શહેરોમાં જતો હતો. મુંબઇમાં બોલીવુડ સુધી ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાની ચર્ચાઓ પર તપાસ થઇ રહી છે. અનેક રેવ પાર્ટીઓ માટે પણ ડ્રગ્સ સપ્લાય કરાયું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ખેતર માલિક પપ્પુ ઠાકોરની પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેના ખેતરમાં આ નાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. આ ડ્રગ્સકાંડમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તેની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter