+

પાદરાના આભોર ગામમાં આચાર્યએ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઈ જઈને બતાવ્યો અશ્લીલ વીડિયો....

વડોદરાઃ પાદરાના અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષણ ધામને કલંકિત કર્યું છે. મહેન્દ્રસિંહ જાદવે સગીર વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ જઇને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યાં હતા. વિદ્યાર્થીનીઓએ આ વાત વ

વડોદરાઃ પાદરાના અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષણ ધામને કલંકિત કર્યું છે. મહેન્દ્રસિંહ જાદવે સગીર વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ જઇને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યાં હતા. વિદ્યાર્થીનીઓએ આ વાત વાલીઓને જણાવી હતી. જે બાદ મામલો બીચકાયો હતો. ગ્રામજનોએ અહીં આવીને આચાર્યને મેથી પાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો.

પાદરા તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુ પરમારે ઘટના અંગે રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારીને કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ વડુ પોલીસ મથકે પહોંચ્યાં હતા.અભોરના ગ્રામજનો અને ધારાસભ્યએ આચાર્યને કડક સજા કરવાની માંગ કરી છે. ધારાસભ્યએ આ ઘટનાને શરમજનક ગણાવીને આ વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકને સજા કરવા રજૂઆત કરી છે.

વડુ પોલીસે અશ્લીલ વીડિયો બતાવનાર આચાર્ય મહેન્દ્રસિંહ જાદવ સામે પોક્સો એકટ તેમજ છેડતીનો ગુનો નોંધ્યો હતો. ઉપરાંત અન્ય એક શિક્ષક રમેશ પંચાલને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પાદરા પંથકમાં ચકચાર મચી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter