+

વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી

વડોદરાઃ નવરાત્રીના બીજા દિવસની રાત્રે 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી, આખા વડોદરામાં આ બનાવ સામે રોષ વ્યાપી ગયો છે, આ બધાની વચ્ચે વડોદરા પોલીસે 1100 સીસીટીવી અને 1000 જેટલા મકાનોમાં તપાસ ક

વડોદરાઃ નવરાત્રીના બીજા દિવસની રાત્રે 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી, આખા વડોદરામાં આ બનાવ સામે રોષ વ્યાપી ગયો છે, આ બધાની વચ્ચે વડોદરા પોલીસે 1100 સીસીટીવી અને 1000 જેટલા મકાનોમાં તપાસ કરી અને આખરે આરોપીઓને ઝડપી લીધા છે.

દુષ્કર્મ કરનાર 3 વિધર્મીઓ સહિત 5 શખ્સો પોલીસ સકંજામાં આવી ગયા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ઉત્તર પ્રદેશના રહેવાસી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. વડોદરાના ભાયલી ગામે 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ ગેંગરેપ કર્યો હતો અને વીડિયો બનાવ્યો હતો, આ કેસમાં કૂલ 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ
- મુન્ના અબ્બાસ વણઝારા, ઉંમર-27, રહે-તાંદલજા, ઉતર પ્રદેશ
- મમતાઝ અલ્તાફ ઉર્ફે સુબેદાર વણઝારા, ઉંમર-36 વર્ષ, રહે-તાંદલજા, ઉતરપ્રદેશ
- શાહરુખ કિસ્મત અલી વણઝારા, ઉંમર-26 વર્ષ, રહે-તાંદલજા, ઉતરપ્રદેશ

દુષ્કર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી તાંદલજામાં રહેતા હતા. ગેંગરેપ કરીને તેઓ ફરાર થઇ ગયા હતા, પોલીસે વડોદરા અને આસપાસના 1100 સીસીટીવી તપાસ્યાં અને અંદાજે 1000 જેટલા મકાનોમાં તપાસ કરી હતી. પોલીસે ઘટનાના ચોથા દિવસે આરોપીઓને ઝડપી લીધા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter