+

દુર્ઘટના પહેલાના માસૂમ વિદ્યાર્થીઓના CCTV ફૂટેજ આવ્યાં સામે, 15 બાળકોનાં મોત બાદ પરિવારો આઘાતમાં, સીટ કરશે કેસની તપાસ

સીસીટીવી હરણી તળાવ પરના છે અને બાળકો 4.30 કલાકની આસપાસ શિક્ષકો સાથે અહીં પહોંચ્યાં હતા ત્યાર બાદ થોડા જ સમયમાં બોટ તળાવમાં પલટી ગઇ હતી વડોદરાઃ બોટ દુર્ઘટનામાં પોલીસે 8 આરોપીઓને ધરપકડ કરી છે, પોલ

સીસીટીવી હરણી તળાવ પરના છે અને બાળકો 4.30 કલાકની આસપાસ શિક્ષકો સાથે અહીં પહોંચ્યાં હતા

ત્યાર બાદ થોડા જ સમયમાં બોટ તળાવમાં પલટી ગઇ હતી

વડોદરાઃ બોટ દુર્ઘટનામાં પોલીસે 8 આરોપીઓને ધરપકડ કરી છે, પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ સીટની રચના કરવામાં આવી છે, જેના 7 સભ્યો આ કેસની તપાસ કરીને 10 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે, હવે બાળકોના પીકનીક વખતના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં શિક્ષિકા બાળકો સાથે દેખાઇ રહ્યાં છે, વાઘોડિયાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના 15 બાળકો અને 2 શિક્ષકોના મોત બાદ સરકાર સામે આક્રોશ છે, બેદરકારી બદલ 18 લોકો સામે ગુનો દાખલ કરાયો છે.

કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ

જવાબદારો સામે કડક કાર્યવાહીની વિપક્ષની માંગ

આજે મૃતક બાળકોના અંતિમ સંસ્કાર કરાયા હતા, આ સમયે તેમના માતા-પિતા અને પરિવારો આક્રંદ કરતા દેખાયા હતા, માસૂમ બાળકોનાં મોતથી લોકો પણ શોકમાં ડૂબ્યાં છે અને બેદરકારી રાખનારા સંચાલકોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યાં છે. બીજી બાજુ સરકારી તંત્રની બેદરકારી સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, કોન્ટ્રાક્ટરને અનુભવ વગર જ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હોવાની ચર્ચાઓ છે અને તમામ બાળકોને લાઇફ જેકેટ પણ આપવામાં આવ્યાં ન હતા, જેને કારણે આ માસૂમ બાળકો મોતને ભેટ્યાં છે.

 

facebook twitter