ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે હજારો એકર જમીનમાં કેરી અને બાગાયતી પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ મોટા પાયે નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતી ઉભી થઇ છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે માવઠાંને કારણે ખેડૂતોને નુકસાન થયું છે અનેક પાકો બરબાદ થઇ ગયા છે, જેથી કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે સર્વે માટે કહેવામાં આવ્યું છે.
આગામી 17 તારીખ બાદ સર્વેને લઇને અપડેટ મળશે, સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો છે.ખાસ કરીને અમરેલી, જૂનાગઢ જિલ્લામાં કેરી, મગ, તલ, બાજરી, મકાઇ જેવા પાકોને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ભારે નુકસાન થયું છે, ઉપરાંત બનાસકાંઠા, ખેડા, સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ માવઠાંને કારણે ખેતીને થોડું નુકસાન થયું છે.
નોંધનિય છે કે ગઇકાલે આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરીને ખેડૂતોના પાકની નુકસાનીનો સર્વે કરવાની વાત કરી હતી.ત્યાર બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/