કિરણ પટેલ જેવો વધુ એક મહાઠગ, ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને મોડેલ સાથે આચર્યું દુષ્કર્મ

11:07 AM Apr 30, 2023 | gujaratpost

વડોદરાઃ મહાઠગ કિરણ પટેલ જેવો વધુ એક ઠગ ઝડપાયો છે. વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહાઠગ વિરાજ પટેલ સામે  2 ફરિયાદ નોંધવામાં આવી છે. મહાઠગ વિરાજ પટેલે સીએમઓના અધિકારી અને ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટની ખોટી ઓળખ આપી મહિલા મોડેલ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધાયો છે. વિરાજે મુંબઈમાં રહેતી મોડેલને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને 4 દિવસ શૂટિંગ કરવાનું કહીને બોલાવી હતી.

વડોદરામાં હોટલમાં અને ગોવા, મુંબઈમાં મોડેલના ઘરે જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈ લઈ જવાની લાલચ આપી હતી. મોડેલના વિવિધ બેંકના ATM કાર્ડમાંથી 3.50 લાખ રૂપિયા વાપર્યાંં હતા.આ મામલે પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેણે લોકોને અને પોલીસને CMOના અધિકારી તરીકે ઓળખ આપી હતી. પોલીસે તપાસ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.પોલીસે અલગ અલગ બે ફરિયાદ દાખલ કરીને આરોપીને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. હજુ અન્ય લોકો પણ આ ઠગ સામે ફરિયાદ કરી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Trending :

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post