+

વડોદરા: માતાના આડાસંબંધોની આશંકામાં પુત્રએ યુવકની હત્યા કરી - Gujarat Post

પથ્થર મારીને, ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો  પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી વડોદરાઃ માતાના એક યુવક સાથે પ્રેમસંબંધોની આશંકામાં પુત્રએ તેની હત્યા કરી હતી. યુવકને પથ્થર મારી અને ગળુ

પથ્થર મારીને, ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો 

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી

વડોદરાઃ માતાના એક યુવક સાથે પ્રેમસંબંધોની આશંકામાં પુત્રએ તેની હત્યા કરી હતી. યુવકને પથ્થર મારી અને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. કપૂરાઈ પોલીસે આરોપીને ઝડપીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો પ્રમાણે, મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડીયા ગામના રહેવાસી અને હાલ વડોદરાના સોમા તળાવ પાસે માધવમ ફ્લેટની બાંધકામ સાઇટ ખાતે રહેતા મંજુલાબેન ગોરસિંગભાઇ તડવી (ઉં.વ-41)એ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પતિ ગોરસિંગભાઇ તડવી (ઉં.વ-45) વડોદરામાં તરસાલી બ્રિજ નીચે રહેતા હતા અને મજૂરીકામ કરતા હતા, તેમની હત્યા કરાઇ છે.

20 જૂનની રાત્રે 8 વાગ્યે મંજુલાબેનના પુત્ર રાહુલ તડવીને તેના કાકા મનુભાઇ તડવીએ વોટ્સએપ પર અજાણ્યા મૃતદેહના ફોટા અને ગોરસિંગભાઇનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલ્યો હતો. મનુભાઇએ રાહુલને આ બંને ફોટા ઓળખવા જણાવ્યું હતું. મંજુલાબેને તેમના પતિના ફોટોને ઓળખી બતાવ્યો હતો.

આ દરમિયાન કપુરાઇ પોલીસ સ્ટેશનની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ગોરસિંગભાઇના મૃતદેહના ફોટા બતાવ્યાં હતા, જેની ઓળખ મંજુલાબેને કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 13 જૂન, 2025ના રોજ સાંજે 7:30 વાગ્યા પહેલાં તરસાલી બાયપાસ સર્વિસ રોડ પર પ્રીત ટેનામેન્ટ પાસે જનકબેન રાજુભાઇ ભરવાડના ખેતરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે કપુરાઇ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter