+

એક પિતાની આવી હતી મજબૂરી ! લાડલા પુત્રની હત્યા કરીને પોતે કરવો પડ્યો આપઘાત

વડોદરાઃબાપોદ ગામમાં આવેલા વુડાના મકાનમાં પિતા-પુત્રના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યાં છે. પિતાએ પહેલા પુત્રને ગળે ફાંસો આપીને બાજુની રૂમમાં જઈને પોતે આપઘાત કરી લીધો હતો.રાત્રે પોલીસને આ ઘટ

વડોદરાઃબાપોદ ગામમાં આવેલા વુડાના મકાનમાં પિતા-પુત્રના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યાં છે. પિતાએ પહેલા પુત્રને ગળે ફાંસો આપીને બાજુની રૂમમાં જઈને પોતે આપઘાત કરી લીધો હતો.રાત્રે પોલીસને આ ઘટનાની જાણ થતા સ્થળ પર આવીને હત્યા અને આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.મૃતકોના પરિવારજનોના જણાવ્યાં અનુસાર પરેશભાઇ અને તેમના પુત્રના અલગ-અલગ રૂમમાંથી મૃતદેહો મળ્યાં હતા. પરેશભાઈના ખિસ્સામાં સ્યૂસાઇડ નોટ મળી છે, જે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે.

32 વર્ષીય પરેશ કનુભાઈ સીકલીગર રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેઓ પત્ની આશાબેન અને પુત્ર ચાર્મિસની સાથે રહેતા હતા. તેમના પત્ની આશાબેન ઘરકામ કરે છે, શનિવારે આશાબેન ઘરકામ કરવા માટે બહાર ગયાં હતા, જ્યાંથી દોઢ વાગ્યે પરત ફર્યાં બાદ તેમને ઘરમાં જોયું તો 11 વર્ષનો પુત્ર ચાર્મિસ અને પતિ પરેશના અલગ અલગ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકી રહ્યાં હતા.  

ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તેમના ઘરે દોડી આવ્યાં હતા.પોલીસને મૃતક પરેશભાઇના પેન્ટના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.જેમાં પત્નીના ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.હાલમાં બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

મૃતક પરેશ સીકલીગરે ચિઠ્ઠીમાં પોતાની બહેન મીનાક્ષીને ઉલ્લેખીને જણાવ્યું કે,પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભરું છું. મારા મોત બાદ મારા પુત્રનું કોઈ ધ્યાન નહીં રાખે તેથી તેને પણ સાથે લઈ જાવ છું.બેનની માફી માગતા કહ્યું કે બેન પાસેથી લીધેલા પૈસા પરત આપી શકું તેમ નથી, મને માફ કરજો. આ સાથે પોતાના બે મિત્ર પાસેથી 30,000 રૂપિયા લીધા હોવાથી તેમને રિક્ષા વેચીને પાછા આપી દેવા જણાવ્યું છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter