ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ કરનારનો વીડિયો આવ્યો સામે, એક ઇમારત પર દેખાયો શુટર

06:20 PM Jul 14, 2024 | gujaratpost

(મૃતક થોમસનો ફોટો)

ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી મારનાર 20 વર્ષના થોમસ મેથ્યુસને કરાયો ઠાર

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી વખતે ટ્રમ્પ ઉપર ફાયરિંગ થયું છે, તેમના કાન પર ઇજા થઇ છે અને હુમલાખોરને ઠાર કરી દેવામાં આવ્યો છે, હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોર એક ઇમારત પરથી ટ્રમ્પને શુટ કરી રહ્યો છે. યુએસ સિક્રેટ સર્વિસે આ વીડિયોને લઇને તપાસ શરૂ કરી છે.

ચૂંટણીના પ્રચાર વખતે જ ટ્રમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને તેઓ ઘાયલ છે, સિક્રેટ સર્વિસના જવાનોએ તેમની ઘેરાબંધી કરી નાખી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ટ્રમ્પને કાનના ભાગે ગોળી વાગતા લોહી નીકળ્યું હતુ અને તેઓ ઘાયલ થયા હતા, આ ઘટના પર રાષ્ટ્રપતિ બાઇડને તપાસના આદેશ આપી દીધા છે અને ટ્રમ્પની તબિયત સુધારે તેવી પ્રાર્થના કરી છે. અમેરિકા આ સનસનીખેજ બનાવથી આઘાતમાં છે, કોઇ પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાનો આ પ્રયાસ હોવાથી બાઇડેન સરકાર હરકતમાં આવી ગઇ છે.

હાલમાં સુરક્ષા એજન્સી ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી મારનાર 20 વર્ષના થોમસ મેથ્યુસને લઇને વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526