+

Big News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, કાન પર વાગી ગોળી, મોદીએ બનાવની કરી નિંદા

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક સભામાં ભાષણ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ફાયરિંગ થયું હતુ, જેમાં ગોળી ટ્રમ્પના કાન પર વાગી છે. ઘાયલ ટ્રમ્પને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક સભામાં ભાષણ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ફાયરિંગ થયું હતુ, જેમાં ગોળી ટ્રમ્પના કાન પર વાગી છે. ઘાયલ ટ્રમ્પને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પેન્સિલવેનિયામાં રેલી વખતે આ હુમલો કરવામાં આવ્યો હતો.

ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે અને તેઓ બાઇડન સામે ચૂંટણી લડવા જઇ રહ્યાં છે. હુમલાના આ સનસનીખેજ બનાવ બાદ પીએમ મોદીએ તેમના મિત્ર ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે અને કહ્યું કે લોકશાહીમાં આવી ઘટનાઓને સ્થાન નથી,

હુમલા બાદ અહી દોડધામ મચી ગઇ હતી, હાજર લોકો સમજી ન શક્યા કે આ શું થઇ ગયું છે, લોકો દોડવા લાગ્યા હતા, સુરક્ષા એજન્સીના જવાનોએ તાત્કાલિક હુમલાખોરને ઠાર કરી નાખ્યો હતો અને ટ્રમ્પને હોસ્પિટલ ખસેડ્યાં હતા.

 

 

facebook twitter