UNની એજન્સીએ હમાસના હુમલાને ટેકો આપ્યો હતો ! ઈઝરાયેલના આરોપો બાદ અમેરિકા સહિત 6 દેશોએ ફંડિંગ રોકી દીધું

11:30 AM Jan 28, 2024 | gujaratpost

INTERNATIONAL NEWS: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા સહિત 6 દેશોએ સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWAને અપાતું ફંડ બંધ કરી દીધું છે. ઈઝરાયેલે UNRWA સંસ્થાના 12 કર્મચારીઓ પર આરોપ લગાવ્યો છે કે 7 ઓક્ટોબરના હુમલામાં હમાસ આતંકવાદીઓને તેમને મદદ કરી હતી. આ પછી એજન્સીએ તમામને બરતરફ કરી દીધા છે. આ એજન્સીની રચના 1948માં થઈ હતી. અત્યાર સુધી, અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, ઑસ્ટ્રેલિયા, જર્મની અને ઇટાલીએ UNRWAનું ફંડ રોકી દીધું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ એવા આરોપોથી ખૂબ જ પરેશાન છે કે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં UNRWA ના 12 કર્મચારીઓ સામેલ હોઈ શકે છે.

બ્રિટીશ સરકારે કહ્યું છે કે તે ઇઝરાયેલના આરોપોથી આઘાતમાં છે. એજન્સી ગાઝા, વેસ્ટ બેંક, જોર્ડન, લેબનોન અને સીરિયામાં પેલેસ્ટિનિયનોને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય માનવતાવાદી સહાય પૂરી પાડે છે. તે ગાઝાની અંદર અંદાજે 13,000 લોકોને રોજગારી આપે છે.ઑક્ટોબર 7 ના હુમલાના જવાબમાં ઇઝરાયેલે તેનું આક્રમણ શરૂ કર્યું હતું. UNRWA એ ગાઝામાં હજારો બેઘર થયેલા નાગરિકોને આશ્રય આપવા કામ કર્યું છે. તેમણે ઈઝરાયેલ દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસના આદેશ આપ્યાં છે.

ઇઝરાયેલ લાંબા સમયથી UNRWA સહિત યુએનની સંસ્થાઓ  પર યહૂદી વિરોધી હોવાનો આરોપ લગાવે છે. ગાઝામાં હજારો બેઘર થયેલા લોકો હાલમાં UNRWA ઇમારતોમાં અને તેની આસપાસ આશ્રય લઈ રહ્યાં છે. શુક્રવારે ઇઝરાયેલના વડા પ્રધાનના સલાહકારે જણાવ્યું કે 7 ઓક્ટોબરના હમાસના હુમલામાં તેમના [યુએનઆરડબ્લ્યુએ] પેરોલ પર હોય તેવા લોકો સામેલ છે. એવા અહેવાલો છે કે UNRWA શાળાઓમાં કામ કરતા શિક્ષકોએ 7 ઓક્ટોબરના હુમલાની ખુલ્લી રીતે ઉજવણી કરી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post