આતંકી સંગઠનો અને પાકિસ્તાની સેના એક સાથે જ છે
પાક.સેના આતંકવાદને આપી રહી છે પ્રોત્સાહન
ઇસ્લામાબાદઃ ભારતમાં ત્રણ મોટા હુમલાઓમાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સૈફુલ્લાહના શરીરને રાષ્ટ્રીય ધ્વજમાં લપેટીને તેને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતુ, ગઇકાલે જ કોઇ અજાણ્યા શખ્સોએ સૈફુલ્લાની ગોળી મારીને હત્યા કરી હતી અને પછી તેની અંતિમ યાત્રા નીકળી હતી.
યુદ્ધની સ્થિતીમાં પાકિસ્તાનને ભારતે શબક શીખવી દીધો છે, તેમ છંતા પાક. આતંકી સંગઠનો અને આતંઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે, ઓપરેશન સિંદૂરમાં ભારતે 100 જેટલા આતંકીઓનો ખાત્મો કરી નાખ્યો હતો અને તેમને પણ પાકિસ્તાને રાષ્ટ્રીય સન્માન આપ્યું હતુ, પાક.સેનાના અનેક અધિકારીઓ તેમના જનાજામાં સામેલ થયા હતા.
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્થળે આતંકવાદના સફાયાની વાતો કરી રહ્યું છે અને દેશમાં આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે આજે તેનો વધુ એક નાપાક ચહેરો દુનિયાની સામે આવ્યો છે.