મૌલવીના મોબાઇલામાંથી મળી વાંધાજનક વસ્તુઓ
પોલીસે ઉંડી તપાસ શરૂ કરી
ધારીઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ, પાકિસ્તાનીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલી એસઓજીએ ધારીમાંથી શંકાસ્પદ મૌલાનાની ધરપકડ કરી હતી. જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપો મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદરેસામાં ભણાવતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ પર એસઓજીને શંકા ગઇ હતી. જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા.
જોકે, મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ સામે જાણવા જોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબ્જે લઇને મોબાઇલની ઊંડાણ પૂર્વક તપાસ કરતાં મોબાઇલમાંથી 7 પાકિસ્તાન અને આફઘાનિસ્તાનીઓનાં ગ્રુપ મળી આવ્યાં હતા. અમરેલી એસઓજી પીઆઈ આર.ડી.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++