+

રાજસ્થાનથી ઝડપાયો લલ્લા બિહારી, અમદાવાદ લઇને રવાના થઈ પોલીસ - Gujarat Post

ચંડોળા તળાવમાં વસાવ્યું હતું મીની બાંગ્લાદેશ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રહેઠાણથી માંડીને તમામ સુવિધા પૂરી પાડતો હતો અમદાવાદઃ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓનો મસીહા લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપ

ચંડોળા તળાવમાં વસાવ્યું હતું મીની બાંગ્લાદેશ

બાંગ્લાદેશી ઘૂસણખોરોને રહેઠાણથી માંડીને તમામ સુવિધા પૂરી પાડતો હતો

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓનો મસીહા લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે. ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ રાજસ્થાનથી તેને અમદાવાદ લાવવા રવાના થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બે દિવસ પહેલા તેના પુત્ર ફતેહ મોહંમદથી પણ ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવતા લોકો માટે લલ્લા બિહારી મદદગાર હતો. તેની એવી પહોંચ હતી કે, દરેકના ડોક્યુમેંટ બનાવી દેતો હતો. મહમૂદ પઠાણના ઉર્ફે લલ્લા બિહારીના નામથી જાણીતા આ માફિયાએ ચંડોળા તળાવમાં માટી ભરીને સરકારી જમીન પર કબ્જો કર્યો હતો. જે બાદ તેણે તેનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 200 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશીઓની તપાસ દરમિયાન કેટલાક પાસે ભારત દેશનાં આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજો મળ્યાં હતા. અમુક લોકો પાસે કોઈપણ દસ્તાવેજ મળ્યાં હતા.જે લોકો પાસે બનાવટી દસ્તાવેજ મળ્યાં હતા તેમની તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. ગેરકાયદેસર રહેતા લોકોને લલ્લા બિહારી મદદ પૂરી પાડતો હતો, તેની સાથે કેટલાક રાજકીય નેતા પણ મદદ પૂરી પાડતા હતા.  

ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. બે જાણીતા રાજકારણીના સત્તાવાર લેટરપેડનો ઉપયોગ આધાર કાર્ડ બનાવવામાં કરવામાં આવ્યો હતો. લલ્લુ બિહારી અમદાવાદ આવ્યા બાદ આ બંને નેતાની પણ પૂછપરછ થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter