શ્રીનગરઃ પહેલગામ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાની આતંકીઓ છે તેમ છંતા પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરી રહ્યું નથી. તે LoC પર ભારત તરફ સતત ગોળીઓ ચલાવી રહ્યું છે, જેનો ભારતીય સેના પણ સારો જવાબ આપી રહી છે.
એક તરફ પાકિસ્તાની નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે ભારત તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાની સેના પોતે જ છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર સતત ગોળીબાર કરી રહ્યું છે. ભારતીય સેના પણ પાકિસ્તાનના ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતી છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રએ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો કે ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદા પૂરી થયા પછી પણ ગુરુવારે લગભગ 70 પાકિસ્તાની નાગરિકો અટારી બોર્ડર પર છે.
સરહદ પારના આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવતા, જમ્મુ અને કાશ્મીર પોલીસે પૂંછ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના એક આતંકવાદીની સ્થાવર મિલકત જપ્ત કરી હતી.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન સહિત વિવિધ દેશોના હેકિંગ જૂથોએ ભારતીય સિસ્ટમો પર 10 લાખથી વધુ સાયબર હુમલા કર્યા છે. આ હુમલાઓ પાકિસ્તાન, મધ્ય એશિયા, ઇન્ડોનેશિયા અને મોરોક્કોથી ભારતીય વેબસાઇટ્સ અને પોર્ટલોને નિશાન બનાવીને કરવામાં આવ્યાં હતા.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ગુરુવારે ભારતને ધમકી આપી હતી. મુનીરે કહ્યું કે ભારત દ્વારા કોઈ પણ લશ્કરી સાહસનો પાકિસ્તાન તરફથી ઝડપી, મક્કમ અને મજબૂત જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર ગોળીબાર કર્યો હતો. જેની સામે ભારતે પણ જવાબ આપ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/