+

ગોવામાં ધાર્મિક યાત્રા દરમિયાન નાસભાગ, 6 લોકોનાં મોત, 30થી વધુ ઘાયલ - Gujarat Post

પણજીઃ ગોવાના શિરગાંવમાં આયોજીત શ્રી લરાઈ યાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. યાત્રા વચ્ચે નાસભાગથી 6 લોકોના કચડાઈ જતા મોત થયા છે, જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા

પણજીઃ ગોવાના શિરગાંવમાં આયોજીત શ્રી લરાઈ યાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. યાત્રા વચ્ચે નાસભાગથી 6 લોકોના કચડાઈ જતા મોત થયા છે, જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હાલત જાણવા સીએમ પ્રમોદ સાવંત સ્થળ પર પહોંચ્યાં હતા.

ઘટના અંગે માહિતી આપતાં ઉત્તર ગોવાના એસપી અક્ષત કૌશલે જણાવ્યું કે ગોવાના શિરગાંવમાં લેરાઈ દેવી મંદિરમાં ભાગદોડમાં છ લોકોના મોત થયા હતા અને 25 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું કે ભાગદોડમ 6 લોકો માર્યા ગયા હતા અને ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે 30 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 8 ની હાલત ગંભીર છે અને બે લોકોને બામ્બોલિમ સ્થિત ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે.

ઘટનાની જાણ થતાં જ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઉત્તર ગોવાની જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, મુખ્યમંત્રી ઘાયલોને મળ્યાં અને તેમની સારવાર વિશે માહિતી મેળવી. તેમણે દુર્ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. ગોવા કોંગ્રેસે શિરગાંવમાં શ્રી લૈરાઈ દેવી જાત્રામાં થયેલી ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પાર્ટીએ લખ્યું, અમે આ દુ:ખદ ઘટનાની નિંદા કરીએ છીએ અને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે બધા ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

 

facebook twitter