મોડલ 4 દિવસ પહેલાં જ સુરત આવી હતી
ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી
સુરતઃ શહેરના સરોલીમાં 19 વર્ષીય મોડલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મધ્યપ્રદેશથી 4 દિવસ પહેલા તે અહીં આવી હતી અને તેની બહેનપણીઓ સાથે તે રહેતી હતી, તેને અચાનક આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક સુખપ્રીત કૌર 3 બહેનપણીઓ સાથે રહેતી હતી.
મોડેલે ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે જાણી શકાયું નથી. યુવતી મોડેલિંગના કામ અર્થે સુરતમાં ચારેક દિવસ પહેલા જ આવી હતી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. મૂળ મધ્ય પ્રદેશમાં શિવપુરીની વતની અને હાલ સારોલી પાસે કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસીડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી.
સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. જે અંતર્ગત સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે આવીને બહેનપણી સાથે રહેતી હતી. દરમિયાન શુક્રવારે બપોરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની સાથે રહેતી બહેનપણીએ સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/