સુરતઃ ગુજરાત એસીબીએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે, માંડવી તાલુકાના વડેશીયા ગ્રામ પંચાયતમાં એસીબીએ ટ્રેપ કરી છે, એક કોન્ટ્રાક્ટરે આ પંચાયતમાં કામ કર્યું હતુ અને તેમાં કમિશન પેટે આરોપી તલાટી સંજય પોપટભાઇ પટેલે લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીએ લાંચનું છટકું ગોઠવતા આરોપી તલાટી સંજય પટેલે 35 હજાર રૂપિયાની લાંચ લીધી અને તેઓને એસીબીને ઝડપી લીધા હતા.
હાલમાં એસીબીએ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાધ ધરી છે.
નોંધનિય છે કે એસીબીએ ગઇકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એટીડીઓ હર્ષદ ભોજકને 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, આમ ગુજરાતમાં એક પછી એક બાબુઓ એસીબીની ઝપેટમાં આવી રહ્યાં છે. જો તમારી પાસે પણ લાંચની માંગણી થાય છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરીને ન્યાય મેળવી શકો છો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526