સુરતઃ મોડલ તાનિયાની આત્મહત્યાના કેસમાં હવે પોલીસ કડીઓ જોડી રહી છે, સામે આવ્યું છે કે આઇપીએલ ક્રિકેટર અભિષેક શર્મા સાથે તેને પ્રેમ સંબંધો હતા અને પંખે લટકીને આત્મહત્યા કરી તે પહેલા અંતિમ ફોન પણ તેને અભિષેકને કર્યો હતો. શક્યતા એવી પણ છે કે ક્રિકેટર સાથે બ્રેકઅપને કારણે તેને આ પગલું ભર્યું હતુ.
શહેરના વેસુની યુવા મોડલ તાનિયા ભવાનીસિંગે હાલમાં જ આત્મહત્યા કરી લીધી હતી, પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઇલનો ડેટા ચકાસ્યો છે, સામે આવ્યું છે કે આ બંને વચ્ચે વાતો થતી હતી અને તેમના ચેટ પણ મળી આવ્યાં છે.
વેસુ રોડ પર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય તાનિયાએ તેના ઘરે આ પગલું ભર્યું હતુ. તેને રાત્રે ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી. તેનો પરિવાર રાજસ્થાનના સીકરથી આવીને અહીં રહેતો હતો. તેના પિતા મિલમાં નોકરી કરે છે.
નોંધનિય છે કે અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી છે અને તેના તાનિયા સાથે સંબંધો હતા, જે મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો