+

Acb ટ્રેપઃ રૂ. 1 લાખની લાંચ લેતા LCB ના લોકરક્ષક ઝડપાઇ ગયા

સુરતઃ એસીબીએ મોટું ઓપરેશન પાર પાડીને એક લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, હસમુખ કિશનભાઇ ચુડાસમા ઉ.વ.30, હોદ્દો- લોકરક્ષક નોકરી- સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) જી. સુરતને ઝડપી લેવામાં આવ્ય

સુરતઃ એસીબીએ મોટું ઓપરેશન પાર પાડીને એક લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, હસમુખ કિશનભાઇ ચુડાસમા ઉ.વ.30, હોદ્દો- લોકરક્ષક નોકરી- સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) જી. સુરતને ઝડપી લેવામાં આવ્યાં છે.

ગુનાનુ સ્થળ: કામરેજથી ઓરનાગામ તરફ જતા રોડ ઉપર આવેલ આત્મવિલા સોસાયટીની સામે જાહેર રોડ ઉપર

ફરીયાદીના પતિ તથા જમાઇ વિરુદ્ધ કામરેજ પો.સ્ટે.માં પ્રોહિબીશનનો ગુનો દાખલ થયેલો, તે ગુનામાં ફરીયાદીના જમાઇને અટક કરેલી હતી, તેઓને માર નહીં મારવા તેમજ ફરીયાદીના પતિને હાજર કરી, તેને પણ માર નહીં મારવાના અવેજ પેટે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરાઇ હતી.

ફરિયાદી લાંચની રકમ માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં આરોપી પોલીસકર્મી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.
 
ટ્રેપીંગ અધિકારી:
એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

facebook twitter