ગુવાહાટી: આસામમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના ભાગ રૂપે મુખ્યમંત્રીના ખાસ તકેદારી વિભાગે આસામ સિવિલ સર્વિસીસ (ACS) અધિકારી નુપુર બોરાના ઘરે દરોડા પાડ્યાં હતા. આ દરમિયાન ટીમે લગભગ 90 લાખ રૂપિયા રોકડા અને 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલી રકમ અંદાજે 2 કરોડથી વધુ છે.
બોરા છ મહિનાથી દેખરેખ હેઠળ હતા
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે નુપુર બોરા છેલ્લા છ મહિનાથી દેખરેખ હેઠળ હતી.એવો આરોપ છે કે બોરાએ તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે સંપત્તિ મેળવી હતી. તપાસ એજન્સીઓ અનુસાર જ્યારે બોરા બારપેટા જિલ્લામાં સર્કલ ઓફિસર હતા, ત્યારે તેમણે શંકાસ્પદ ઘુસણખોરોના નામે સરકારી જમીન ગેરકાયદેસર રીતે નોંધાવી હતી.
સહયોગીઓ પર પણ કાર્યવાહી
વિજિલન્સ ટીમે બોરા સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર પણ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. બાગબાર રેવન્યું સર્કલ સાથે સંકળાયેલા લાટ મંડલ સુરજીત ડેકાના બહુમાળી મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. ડેકા પર અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવાનો અને બારપેટામાં ઘણી જમીન ખરીદવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, ડેકાએ નુપુર બોરા સાથે મળીને આ મિલકત મેળવી હતી.
નુપુર બોરાની 2019 માં આસામ સિવિલ સર્વિસીસ માટે પસંદગી થઈ હતી
2019 માં આસામ સિવિલ સર્વિસીસમાં પસંદગી પામેલા નુપુર બોરાએ બારપેટા અને કાર્બી આંગલોંગ જિલ્લામાં મોટા પદો પર કામ કર્યું હતું. બારપેટામાં તેમની પોસ્ટિંગ દરમિયાન, તેમના પર કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે તેમની બદલી કામરૂપ જિલ્લાના ગોરોઈમારીમાં થઈ,ત્યાં પણ ભ્રષ્ટાચાર સંબંધિત નવી ફરિયાદો સામે આવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/