અમદાવાદ: બાપુનગરમાં રહેતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો હતો. તેના જ પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણીએ હત્યાની સોપારી હતી. આ કેસમાં પકડાયેલા આરોપીઓની ધરપકડ બાદ મનસુખ લાખાણીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. બિલ્ડરની હત્યા કરવા માટે મનસુખ લાખાણીએ સિક્યુરિટીગાર્ડને કરોડ અને મકાન આપવાનું નક્કી કર્યું હતું. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પોલીસે આરોપીઓને પકડી લીધા હતા અને પૂછપરછમાં બિલ્ડરની હત્યા કરવા માટે આરોપી મનસુખ લાખાણીએ એક કરોડ અને મકાન આપવાની વાત કરી હતી. આરોપીઓ બિલ્ડરની હત્યા કર્યા બાદ અમદાવાદ છોડીને જવાના હતા પરંતુ પોલીસ ચેકિંગમાં વાહનના કાગળો તથા ડેકીનું ચેકિંગ થાય તો પકડાઇ જવાના ડરથી ગભરાઇ ગયા હતા અને કારને ઓઢવમાં વિરાટનગર બ્રીજની નીચે પાર્ક કર્યા પછી આરોપી મનસુખને લાશનો વિડિયો બનાવીને મોકલી આપ્યો હતો, જો કે તેણે કોઇ જવાબ આપ્યો ન હતો.પોલીસને આરોપીઓના ફોનમાંથી ચોંકાવનારા પુરાવા મળ્યા છે, જેનાથી આ કેસ વધુ મજબૂત બન્યો છે.
પોલીસે આરોપીઓ અને મનસુખ લાખાણીના તમામ મોબાઈલ ફોન કબજે કર્યા છે અને તેમને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેનાથી વોટ્સએપ ચેટ અને અન્ય પુરાવાઓ વિશે વધુ માહિતી મળી શકશે. એક વર્ષ પહેલા હિંમતભાઈ રૂડાણીના હાથ-પગ તોડવા માટે આરોપી રાહુલ રાઠોડે રૂ. 50,000ની સોપારી લીધી હતી. પરંતુ, હત્યા માટે તેણે મનુ જેકી પાસે રૂ1.20 કરોડ રકમ માગી હતી. હાલ પોલીસ આ રકમમાંથી કેટલી ચૂકવવામાં આવી તેની તપાસ કરી રહી છે. કોર્ટે તમામ આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/