ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીએ કમાન હાથમાં લીધી
જૂનાગઢમાં રાહુલ ગાંધીએ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને સંબોધન કર્યું હતું
કોંગ્રેસની આ નીતિથી ભાજપને બેઠો ફફડાટ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખોની શિબિર ચાલી રહી છે. જે અંતર્ગત રાહુલ ગાંધીએ ગત સપ્તાહે જૂનાગઢમાં ચાલતી શિબિરમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તાર એક દિવસ સુધી રાહુલ ગાંધી રોકોણ કરશે. જેમાં હોટલોને બદલે જિલ્લા, તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને ત્યાં જ રોકાશે. એકથી બે દિવસના કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હારેલા-જીતેલા સભ્ય, પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને મળી જે-તે બેઠકનો તાગ મેળવશે. વર્ષ 2027 સુધીમાં ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ થઈ જાય તે રીતે રાહુલ ગાંધીની ટીમ દ્વારા પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી અનેક વખત ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંકી ચુક્યા છે. જે અંતર્ગત તેઓ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ સત્તા મેળવી શકતી નથી. હવે અહીં કોંગ્રેસને મજબુત કરવા ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/