સુરતઃ ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલી હતી, જે અરજીની તપાસ એમ.એ.રબારી ( મધુબેન અમીભાઇ રબારી) પીએસઆઇ, વર્ગ-3 કરતા હતા, અને નવનીતકુમાર હમીરભાઇ જેઠવા, એ.એસ.આઇ. વર્ગ-3 તેઓના રાઇટર હતા.
અરજીની તપાસમાં ફરીયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા રૂ. 63,000 આરોપી મધુબેન અમીભાઇ રબારીને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ વડોદરા એ.સી.બી. ફીલ્ડમાં સંર્પક કરીને ફરીયાદ આપતા લાંચનું છટકું ગોઠવ્યું હતું, આરોપી નવનીતકુમારે લાંચના રૂપિયા પીએસઆઇ મધુબેન વતી માંગણી કરીને માનસિંહ રામભાઇ સિસોદિયા (ખાનગી વ્યકિત) ને આપી દેવા જણાવ્યું હતું. આરોપી માનસિંહ લાંચના રૂ. 63,000 હિરાબાગ પોલીસ ચોકી, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેરમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારીઃ એ.એન.પ્રજાપતિ ઇ.પો.ઇન્સ. વડોદરા ફીલ્ડ તથા
મદદમાં રીડર પો.ઇન્સ. આર.બી.પ્રજાપતિ વડોદરા એ.સી.બી
સુપરવિઝન અધિકારીઃ પી.એચ.ભેંસાણીયા
મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++