- પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં
- કલેકટરે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યાં
કંધમાલઃ ઓડિશાના કંધમાલ જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની હતી. અહીંની સેવાશ્રમ સ્કૂલની હોસ્ટેલમાં સૂતેલા 8 વિદ્યાર્થીઓની આંખોમાં તેમના જ સાથી વિદ્યાર્થીઓએ ફેવિકિક નાંખી દીધી હતી. પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે.
કંધમાલ જિલ્લાના ફિરંગિયા બ્લોકમાં આવેલી સેવાશ્રમ સ્કૂલની હોસ્ટેલમાં શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓ ઊંઘી રહ્યાં હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા મળીને વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી દીધી હતી,તેનાથી તેમની આંખો ચોંટી ગઈ હતી. તરત જ, આ વિદ્યાર્થીઓને ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા અને કેટલાકને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે ફેવિકિકને કારણે આંખોને નુકસાન થયું છે, પરંતુ સમયસર સારવાર મળવાથી મોટી સમસ્યા ટળી ગઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી હતી. કંધમાલના કલ્યાણ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને આ અંગે વધુ માહિતી મેળવી હતી. ઉપરાંત, કલેક્ટરે આ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.