+

મોરબીમાં IT ના દરોડા, લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40 સ્થળો પર રેડથી ફફ઼ડાટ

મોરબીમાં અનેક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા  કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવશે  આઇટીની જુદી જુદી ટીમો દ્વારા દરોડાની કામગીરી  રાજકોટઃ મોરબીમાં IT ના દરોડાની કાર્યવાહી થઇ રહી

મોરબીમાં અનેક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા 

કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવશે 

આઇટીની જુદી જુદી ટીમો દ્વારા દરોડાની કામગીરી 

રાજકોટઃ મોરબીમાં IT ના દરોડાની કાર્યવાહી થઇ રહી છે. જેને લઇને વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે. રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના 250 થી વધુ અધિકારીઓની ટીમ આજે સવારથી દરોડામાં જોડાઇ છે.

અંદાજે 200 જેટલા અધિકારીઓ દરોડાની કામગીરીમાં સામેલ

મોરબીમાં જમીનના ધંધાર્થી પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઇ ફેસ ગ્રુપ અને લેવિસ સિરામિકના જીતુભાઇ રોજવાડીયા ગ્રુપ સહિતના 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે. ફેકટરી, ઘર અને ઓફિસમાં દરોડાની કાર્યવાહી થઇ રહી છે. આ સર્ચ ઓપરેશનમાં મોટા પાયે બિન હિસાબી વ્યવહારો પકડાય તેવી શક્યતા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter