(પ્રતિકાત્મક ફોટો)
મહેસાણાઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના ફરી બની છે. તેજસ્વી સોસાયટીના ગેટ પાસે એક સગીરે બીજા સગીર વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો. ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે.
આરોપી વિદ્યાર્થી વારંવાર બીજા વિદ્યાર્થીને જાડીયો કહીને ચીડવી રહ્યો હતો. જ્યારે પીડિતે તેને રોક્યો ત્યારે આરોપી ગુસ્સે થઈ ગયો અને તેના પર છરીથી હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો હતો. ઘટના બાદ તાત્કાલિક ઘાયલ વિદ્યાર્થીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે વિદ્યાર્થીની હાલત ખતરાની બહાર છે અને પ્રાથમિક સારવાર બાદ તેને પાટો બાંધવામાં આવ્યો છે. ઘટના સમયે પીડિત તેના મામાના ઘરે હતો.
કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો
મહેસાણા એ-ડિવિઝન પોલીસે આરોપી સગીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 (1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી તે જ સોસાયટીનો રહેવાસી છે અને હાલમાં ફરાર છે. તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/