+

મર્સિડિઝમાંથી લાશ મળી...અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ- Gujarat Post

અમદાવાદમાં હત્યાનો વધુ એક બનાવ ઓગસ્ટ મહિનામાં શહેરમાં હત્યાના 7 બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુનેગારોને પોલીસનો ભય ન હોય તે

  • અમદાવાદમાં હત્યાનો વધુ એક બનાવ
  • ઓગસ્ટ મહિનામાં શહેરમાં હત્યાના 7 બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુનેગારોને પોલીસનો ભય ન હોય તેમ એક બાદ એક હત્યા, ચોરી, લૂંટફાટ, જાહેરમાં મારા મારી જેવી ઘટનાને અંજામ આપી રહ્યાં છે, હવે ગત મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે. બિલ્ડરની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 

પૂર્વ ભાગીદારે હત્યાની સોપારી આપી હતી, ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા 

મનસુખ લાખાણી નામના ભાગીદારે આપી હતી સોપારી 

વિરાટનગર બ્રિજ નીચે કાર ઊભી હતી અને તેમાં બિલ્ડર હિંમત રુડાણીની લાશ પડી હતી. તેમના શરીર પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યાં હતા. પોલીસે તપાસ કરતા મૃતદેહ પાટીદાર સમાજના અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીનો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યાં મુજબ કોઈ અજાણ્યા ઈસમોએ તેમની હત્યા કરીને મૃતદેહને મર્સિડિઝ કારની ડેકીમાં મૂકી દીધો હતો. સ્થાનિક લોકોએ રાત્રે કારમાંથી મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરી હતી. હિંમતભાઈ સવારે પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઈટ પર જવા નીકળ્યાં હતા અને 11 વાગ્યે તેમના પુત્રએ તેમને રિંગરોડ પર જોયા હતા. હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને હિંમતભાઈની કોલ ડિટેઈલના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.  

facebook twitter