સોનિયા ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢી, વક્ફ બિલને લઇને કહ્યું દેશને ખાડામાં નાખવામાં આવી રહ્યો છે

01:06 PM Apr 03, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલમાં કરાઇ રહેલા સુધારાને બંધારણ પર હુમલો ગણાવ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહી છે.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે,વકફ સુધારા બિલ, 2024 ગઈકાલે લોકસભામાં પસાર થયું હતું, આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારા પક્ષનું વલણ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. વકફ સુધારા બિલ ફક્ત સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે છે. આ ભાજપનું મોટું ષડયંત્ર છે અને દેશને ખાડામાં ધકેલવામાં આવી રહ્યો છે.

સોનિયાએ કહ્યું કે બંધારણ ફક્ત કાગળ પર જ રહેશે. તેમણે કહ્યું કે 'એક દેશ, એક ચૂંટણી' બિલ પણ બંધારણનું ઉલ્લંઘન છે. અમે આ કાયદાનો સખત વિરોધ કરીએ છીએ. સોનિયાએ કહ્યું કે, અર્થતંત્ર ખરાબ હાલતમાં છે. ચીનથી આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, મોદી સરકારે આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઇએ તેની જગ્યાએ આ સરકાર ષડયંત્રો કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++