વડોદરા, રાજકોટ: સ્વામીનારાયણ સાધુઓનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોખડાના ત્યાગ વલ્લભ સ્વામીનું ઉર્ફે ટીવી સ્વામીનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીએ વડોદરાના અસોજમાં પોતાનું જ બીજું નામ ધારણ કરીને જમીન ખરીદી કરી છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદી કરી હતી.અલગ અલગ જમીનના દસ્તાવેજમાં બંને નામ છે. વડોદરા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાની જમીન ખરીદી હતી. આસોજ,દશરથ, મોકસી અને સોખડા સહિતના ગામડાઓમાં જમીનો ખરીદી હતી. શિક્ષાપત્રી મુજબ કોઈ સાધુ જમીન ખરીદી શકે નહીં. જેથી આ મામલો સામે આવતાં વિવાદ શરૂ થઈ ગયો છે. સાથે જ આ સાધુએ અલગ નામ પણ ધારણ કર્યાં હતા.
કરોડો રૂપિયાની જમીનના સોદાઓમાં આઇટી વિભાગ તપાસ કરી શકે છે, આ મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આત્મિય કોલેજમાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામી સહિત તેમના મળતીયાઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. જમીન ખરીદનાર નામમાં સાધુ પ્રેમ સ્વરૂપનું નામ પણ સામેલ છે. દસ્તાવેજો મુજબ પ્રેમ સ્વરૂપ દાસે પણ જમીન ખરીદી હોવાનો ખુલાસો થયો છે. આમ બંને સાધુના કારણે ફરી એકવાર સંસ્થા ચર્ચામાં આવી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો