+

વડોદરાઃ PI ના નામે રૂ. 2,50,000 લાંચ લેતા પ્રજાજન ઝડપાયો

વડોદરાઃ વારસિયાના વડોદરા ખાતેના સર્વે નંબર 329 ની જમીન ઉપર બિલ્ડર દ્વારા બાંધકામ થતા વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ અરજી કરેલ હતી. જે અરજીને આધારે ફરિયાદીની સામેવાળા વિરુદ્ધ વારસ

વડોદરાઃ વારસિયાના વડોદરા ખાતેના સર્વે નંબર 329 ની જમીન ઉપર બિલ્ડર દ્વારા બાંધકામ થતા વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ અરજી કરેલ હતી. જે અરજીને આધારે ફરિયાદીની સામેવાળા વિરુદ્ધ વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે સુરેશભાઈ રામચંદ તોલાણી, પ્રજાજને વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાના નામથી રૂ. 5,00,000 ની લાંચની માગણી કરી હતી.

ફરિયાદ દાખલ કરાવતા પહેલા 2,50,000 આપવાના અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના રૂપિયા રૂ. 2,50,000 ની માગણી કરી હતી. આ કામના આરોપી લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા અઢી લાખ લેતા ઝડપાઇ ગયા હતા. આરોપીએ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં લાંચ લીધી હતી. 

ટ્રેપિગ અધિકારી: વી.ડી.ચૌધરી, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. 

ટીમ સુપર વિઝન અધિકારી  ડી.એન.પટેલ, ઇ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

ઇન્ચાર્જ અધિકારીઃ હરેશ મેવાડા નાયબ નિયામક, અમદાવાદ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter