+

વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો

ગુપ્તાંગ પર લાતો મારી હોવાનો આક્ષેપ અમદાવાદમાં થોડા દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને લોકો સાથે વિનમ્રતાથી વર્તન કરવાની સલાહ આપી હતી વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં પોલીસની દાદાગીરી

ગુપ્તાંગ પર લાતો મારી હોવાનો આક્ષેપ

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને લોકો સાથે વિનમ્રતાથી વર્તન કરવાની સલાહ આપી હતી

વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં પોલીસની દાદાગીરી અને અમાનવીય વર્તનનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક યુવકને પ્રાણીની જેમ ફટકારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

માંજલપુર વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય કૌશલસિંહ જાટ પોતાની બુલેટ લઈને દાંડિયા બજાર પાસેથી પસાર થતા હતા. આ બુલેટમાં નંબર પ્લેટ ન હતી અને સાયલેન્સર મોડિફાઈડ હતું. અકોટા બ્રિજ પાસે ટ્રાફિક પોલીસે તેને અટકાવતા બોલાચાલી થઈ હતી. યુવકના આક્ષેપ મુજબ, તે દંડ ભરવા તૈયાર હતો તેમ છતાં પોલીસે તેની સાથે દાદાગીરી કરી ચાવી ઝૂંટવી લીધી હતી.

ભોગબનનાર યુવકે આક્ષેપો કરતા જણાવ્યું કે, ત્રણ પોલીસકર્મીઓએ તેને પોલીસ વેનમાં બેસાડી રસ્તામાં જ માર માર્યો હતો. ત્યારબાદ તેને સયાજીગંજ ટ્રાફિક કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો. યુવકનો આક્ષેપ છે કે, ACP અને અન્ય કોન્સ્ટેબલોએ તેને લાકડીઓથી બેરહેમ રીતે ફટકાર્યો હતો. તેને જમીન પર સુવડાવી પોલીસકર્મીઓ તેની છાતી પર ચઢી ગયા હતા. સૌથી ગંભીર આક્ષેપ મુજબ, પોલીસે તેના પ્રાઇવેટ પાર્ટ પર પણ લાતો અને દંડા વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ મામલે ટ્રાફિક પોલીસે જણાવ્યું કે, યુવક ઉગ્ર બની ગયો હતો અને તેણે ફરજ પરના પોલીસકર્મીનો કોલર પકડી લીધો હતો. બચાવમાં પોલીસે તેને બે દંડા માર્યા હોઈ શકે છે. જોકે, યુવકના શરીર પર પડેલા ચામઠા અને ગંભીર ઈજાઓ પોલીસના આ દાવા સામે સવાલ ઉભા કરી રહી છે. ખાખી વર્દીનો રોફ ઝાડીને સામાન્ય નાગરિક પર આ રીતે અત્યાચાર ગુજારવાની ઘટનાએ વડોદરા પોલીસની છબી ખરડી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter