+

વડોદરામાં વૈભવી બંગલામાં રહેતો નકલી PSI ઝડપાયો, પોલીસ યુનિફોર્મ, એરગન જપ્ત

વડોદરા: SOGએ એક મોટી કાર્યવાહી કરતા તાંદલજા વિસ્તારના વૈભવી બંગલામાંથી નકલી PSIને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસને બાતમી

વડોદરા: SOGએ એક મોટી કાર્યવાહી કરતા તાંદલજા વિસ્તારના વૈભવી બંગલામાંથી નકલી PSIને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસને બાતમી મળી હતી કે વાસણા-તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ, અલકબીર બંગલા નંબર-3 માં એક શખ્સ નકલી પોલીસ બનીને રહેતો હતો. પોલીસે જ્યારે બંગલા પર રેડ કરી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી મોબીન ઇકબાલભાઇ સોદાગર નામનો વ્યક્તિ મળી આવ્યો હતો.

પોલીસને તપાસ દરમિયાન બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા અને બહાર એક અર્ટીગા કાર મળી આવી હતી. આ ગાડીઓની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. તેમાંથી પોલીસના નકલી આઈકાર્ડ, યુનિફોર્મ, વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ, નકલી આવકના દાખલા અને દસ્તાવેજો, એક એરગન મળી આવ્યાં હતા.

તપાસમાં ખુલાસો થયો કે, લોકોમાં છાપ પાડી શકાય તે માટે આરોપી મોબીન સોદાગર પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખતો હતો. તે પોતાના નામ અને ફોટાવાળા ડુપ્લીકેટ PSI આઈકાર્ડનો ઉપયોગ કરી લોકોને ધમકાવતો હતો અને મોટા તોડ કરતો હતો.

આરોપી રાજ્ય સેવક ન હોવા છતાં પોલીસ અધિકારી હોવાનો ડોળ કરી ઠગાઈ અને વિશ્વાસઘાત કરતો હોવાથી તેની વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ અત્યાર સુધી કોની કોની સાથે ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી.

facebook twitter