રાજકોટઃ શહેરની જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, જન્નત મીરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ કરતા પહેલા, તેણે એક સ્યૂસાડ નોટ લખી હતી. જેમાં તેણે લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. નોટમાં તેણે જણાવ્યું છે કે તે ઈમ્તિયાઝ રાઉમાના ત્રાસથી કંટાળી ગઈ છે અને તેથી તેણે આ પગલું ભર્યું.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. જન્નત મીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્યૂસાઈટ નોટ મુજબ, ઈમ્તિયાઝ રાઉમા તેને વારંવાર હેરાન કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે તે જન્નત મીરના ઘરે આવીને ધમકાવતો હતો. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.
પાંચ દિવસ પહેલા પણ રાજકોટમાં આવી જ એક ઘટના બની હતી. એક અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે તેના મિત્ર પર ત્રાસ આપવાનો આરોપ મૂક્યો હતો. યુવતીએ આ યુવકને ૩ લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં બંને વચ્ચે ઝઘડો થતાં સંબંધ પૂરો થયો હતો. જ્યારે યુવતીએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે યુવકે તેને અપમાનિત કરી હતી. આ ઘટનામાં યુવક, તેના માતા-પિતા, પત્ની અને ભાઈએ પણ યુવતીને માર માર્યો હતો અને જાતિ-વિષયક અપશબ્દો કહ્યા હતા. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
