અલવિદા પંકજ ઉધાસ....ચિઠ્ઠી આયી હૈ સોંગથી સૌના દિલમાં વસી ગયેલા પ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષે નિધન

08:29 PM Feb 26, 2024 | gujaratpost

મુંબઇઃ મનોરંજન જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પંકજ ઉધાસના પુત્રી નયાબ ઉધાસે આ સમાચાર શેર કર્યાં છે. પોસ્ટમાં તેમણે લખ્યું - ખૂબ જ દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પંકજ ઉધાસ હવે નથી રહ્યાં

પંકજ ઉધાસના પીઆરઓએ જણાવ્યું કે મહાન ગાયકનું 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા, ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

શંકર મહાદેવન-સોનુ નિગમે શોક વ્યક્ત કર્યો

પંકજ ઉધાસના નિધનથી સેલેબ્સ દુઃખી છે. ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન આઘાતમાં છે. તેમને કહ્યું કે પંકજની વિદાય સંગીત જગત માટે મોટી ખોટ છે. જે ક્યારેય ભરપાઈ થઈ શકે તેમ નથી. પંકજ ઉધાસના નિધન પર સોનુ નિગમે પણ ઈમોશનલ પોસ્ટ લખી છે.

તેમને બાળપણથી જ સંગીતની કારકિર્દી શરૂ કરી હતી

પંકજ ઉધાસની સંગીત કારકિર્દી 7 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. તેમના ઘરમાં સંગીતમય વાતાવરણ હતું. જેથી લઇને તેઓ સંગીતની દુનિયામાં આવ્યાં હતા. સંગીત સાથે તેમનો પ્રથમ સંપર્ક શાળામાં પ્રાર્થનાથી શરૂ થયો હતો. શાળામાં પ્રાર્થના સાથે નાકા સંગીતની શરૂઆત થઈ હતી.

તેમનું પહેલું આલ્બમ 'આહત' 1980માં રિલીઝ થયું હતું. તેમાં તેમણે ઘણી ગઝલો ગાયી છે. પંકજ ઉધાસ તેમની ગઝલ ગાયકી માટે પ્રખ્યાત થયા હતા. તેમના પ્રખ્યાત ગીતોમાં 'જીયે તો જીયે કૈસે બિન આપકે...', 'ચિઠ્ઠી આયી હૈ...', 'ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ...', 'ના કજરે કી ધાર, ના મોતી કે હાર'નો સમાવેશ થાય છે.

પંકજ અંગત જીવનમાં કેવા હતા ?

પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ રાજકોટ નજીકના ચરખડી ગામમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. બંને ભાઈઓ ગાયક હતા. પંકજ ખૂબ જ સાદું જીવન જીવતા હતા. વર્ષ 2006માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યાં હતા. પંકજ ઉધાસે ફરીદા સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ દીકરીઓ છે. તેમના નિધન પર વડાપ્રધાન મોદી સહિતની અનેેક હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું છે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post