+

Acb Trap: શિહોરમાં ચાર શખ્સોએ 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી, દોઢ લાખ રૂપિયા લેતા ઝડપાયા

બે આરોપીઓ ઝડપાયા, બે ફરાર થઇ ગયા  ભાવનગરઃ એસીબીએ 2 લાખ રૂપિયા માંગનારા અને દોઢ લાખ રૂપિયા લેનારા આરોપીઓને ઝડપી લીધા છે. દશરથસિંહ પાંચાભાઇ ચૌહાણ, વિસ્તરણ અધિકારી વર્ગ-3, તાલુકા પંચાયત શિહોર, રૂ

બે આરોપીઓ ઝડપાયા, બે ફરાર થઇ ગયા 

ભાવનગરઃ એસીબીએ 2 લાખ રૂપિયા માંગનારા અને દોઢ લાખ રૂપિયા લેનારા આરોપીઓને ઝડપી લીધા છે. દશરથસિંહ પાંચાભાઇ ચૌહાણ, વિસ્તરણ અધિકારી વર્ગ-3, તાલુકા પંચાયત શિહોર, રૂતુરાજસિંહ ધીરૂભાઇ પરમાર, પો.કોન્સ. વર્ગ-3, જીગરભાઈ જંયતિભાઈ ઠક્કર ધંધો-છુટક મજુરી, (ખાનગી વ્યકિત), વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ રહે. જ્ઞાનભારતી સ્કુલની બાજુમાં, શિહોર સામે કાર્યવાહી કરી છે.

ગુનાનુ સ્થળ: અગ્રવાલ આંખની હોસ્પિટલ, પ્રથમ માળે 

ફરીયાદીને કલસ્ટર કો.ઓડીનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા તથા તેઓનો બાકી પગાર આપવા અને એક કેસમાં પોલીસ ફરીયાદ ન કરવા આરોપીએ 2 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં લાંચ લેતા આરોપીઓ ઝડપાઇ ગયા હતા, આ તમામ આરોપીઓએ મિલિભગતથી લાંચના દોઢ લાખ રૂપિયા લીધા અને તેઓ ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ ઓફીસર: ડી.એ.ચૌધરી પો.ઇન્સ.ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે 

સુપર વિઝન અધિકારી: ડી.એ.ચૌધરી ઈ.મદદનીશ નિયામક એ.સી.બી. ગાંધીનગર એકમ 

facebook twitter