અમદાવાદ પહોંચ્યો શુભમન ગિલ, બે દિવસ બાદ ભારત-પાકિસ્તાન મેચ, જાણો કેવી છે સ્ટાર ઓપનરની તબિયત ?

10:25 AM Oct 12, 2023 | gujaratpost

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયો છે. ગિલ બુધવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાવાની છે. આવી સ્થિતિમાં ગિલ પાસે ફિટનેસ પાછી મેળવવા માટે બે દિવસનો સમય છે. જો તે ફિટ થઈ જશે તો તેનું રમવું નિશ્ચિત છે, કારણ કે ઈશાન કિશન ઓસ્ટ્રેલિયા સામે પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો અને તેણે અફઘાનિસ્તાન સામે પણ ધીમી શરૂઆત કરી હતી. તે મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. જો ગિલ ફિટ છે તો ઈશાન કિશન પ્લેઈંગ 11માંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે.

શુભમન ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે માસ્ક પહેરીને સુરક્ષા કર્મચારીઓ સાથે અમદાવાદ એરપોર્ટથી નીકળતો જોવા મળી રહ્યો છે. ગિલ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ પહોંચી ગઈ છે. બુધવારે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે મોટી જીત હાંસલ કરી છે હવે ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદમાં છે.

કેવી છે ગિલની તબિયત ?

ગિલ એરપોર્ટ પર એકદમ નોર્મલ દેખાતો હતો અને એવું લાગતું હતું કે તે ડેન્ગ્યુમાંથી ઘણો સ્વસ્થ થઈ ગયો છે. હવે તેણે મેચ માટે ફિટનેસ મેળવવી પડશે. પાકિસ્તાન સામેની મેચમાં તે રમશે તેવી પૂરી આશા છે. ડેન્ગ્યુમાંથી સાજા થવામાં સામાન્ય રીતે એક સપ્તાહનો સમય લાગે છે અને ગિલ જેવા ખેલાડીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે કારણ કે તે પહેલેથી જ એકદમ ફિટ છે. એશિયા કપ પહેલા યોજાયેલ યો-યો ટેસ્ટમાં તેનો સ્કોર સૌથી વધુ હતો.

શુભમન ગિલ આ વર્ષે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.તેણે 20 ઇનિંગ્સમાં 1230 રન બનાવ્યાં છે. તેની એવરેજ 72.35 અને સ્ટ્રાઈક રેટ 105.03 છે. તેણે આ વર્ષે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે. શુભમન ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયા માટે ફિટ પરત આવવું ખૂબ જ જરૂરી છે. અમદાવાદના મેદાનમાં ગિલનો રેકોર્ડ શાનદાર છે. આવી સ્થિતિમાં તેની ટીમમાં વાપસી ભારત માટે ખૂબ જ સુખદ પાસું હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post