સ્ટેટ જીએસટી વિભાગે ઓપરેશન કર્યું પરંતુ વેપારીઓ, કંપનીઓનાં અને બ્રાન્ડના નામો ન આપ્યાં
અગાઉ પણ આવી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી હતી
અમદાવાદઃ સ્ટેટ જીએસટી કમિશન રાજીવ ટોપનોએ કર ચોરી કરનારાઓ પર તવાઇ બોલાવી દીધી છે, અમદાવાદ, હિંમતનગર, વાપી, વલસાડ, ડીસા, પાલનપુર અને સતલાસણમાં 8 વેપારીઓ સાથે જોડાયેલા 20 સ્થળોએ દરોડા કર્યાં હતા, મેન્યૂફેક્ચરીંગ યુનિટ, ગોડાઉન અને ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં દરોડા કરાયા છે.
રેડ દરમિયાન મોટા પ્રમાણમાં બિન હિસાબી સ્ટોક, બિન હિસાબી વેચાણ, ડિઝિટલ સામગ્રી અને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યાં છે, આ બધા પાસેથી અંદાજે 5 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે.
થોડા દિવસો પહેલા વિમલ પાન મસાલાની બિલ વગરની ગાડીઓ પકડીને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, ઉપરાંત તાનસેન જેવી બ્રાન્ડમાં મોટા પાયે ટેક્સ ચોરી થઇ રહી હોવાનું સેન્ટ્રલ જીએસટી વિભાગે પકડી પાડ્યું હતું, ખાસ કરીને રાજસ્થાનથી શામળાજીના રસ્તે પાન મસાલા અને તમાકુંમાં મોટા પાયે ટેક્સ ચોરી થઇ રહી છે આ મામલે સ્ટેટ જીએસટી વિભાગે ઓપરેશન શરૂ કરવું જોઇએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++