+

4 લોકો કાળનો કોળિયો બની ગયા, સાપુતારામાં લાકડા ભરેલી ટ્રક કાર પર પલટી જતાં કચ્ચરઘાણ વળી ગયો

કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 4 લોકોનાં કમકમાટીભર્યાં મોત અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યો ગાંધીનગરના પાલજનો રહેવાસી લાકડા ભરેલી ટ્રક કાર પર પલટી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો ડ

કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 4 લોકોનાં કમકમાટીભર્યાં મોત

અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યો ગાંધીનગરના પાલજનો રહેવાસી

લાકડા ભરેલી ટ્રક કાર પર પલટી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો

ડાંગઃ સાપુતારા ઘાટ પાસે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયા છે. લાકડા ભરેલી ટ્રક કાર પર પલટી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 પ્રવાસીઓનાં મોત થયા હતા. એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યો ગાંધીનગરના પાલજના રહેવાસી હતા.

પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતા

સાપુતારા ઘાટ પાસે લાકડાં ભરેલી ટ્રક અને ક્રેટા કારનો ગમ્ખવાર અકસ્માત થતા 4 લોકોનાં થયા છે. કારમાં સવાર એક બાળક, બે મહિલાઓ,એક પુરૂષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.આ અકસ્માતની જાણ થતા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર રજી નંબર GJ-18 BM-0701 તે અમિતકુમાર સિંહના નામથી નોંધાયેલી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter