મંગોલિયાઃ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યાં છે. પુતિનની આ મુલાકાત જાપાન પર સોવિયત-મગોલિયન સૈનિકોની સંયુક્ત જીતની 85મી વર્ષગાંઠના કારણે થઈ રહી છે. મંગોલિયા પહોંચતા જ પુતિનની ધરપકડની માંગ ઉઠી છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
ICC સભ્ય દેશ સાથે પ્રથમ મુલાકાત
યુક્રેને પણ પુતિનની ધરપકડની વાત કરી છે. આ માંગ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે પુતિનની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે અને મંગોલિયા આ કોર્ટનો સભ્ય દેશ છે. ગયા વર્ષે પુતિનની ધરપકડ માટેનું વોરંટ જારી થયા બાદ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના સભ્ય સાથે આ તેમની પ્રથમ મુલાકાત હતી. કોર્ટે યુદ્ધ અપરાધો માટે આ વોરંટ જારી કર્યું છે. કોર્ટનું માનવું છે કે રશિયાએ જાણી જોઈને યુક્રેનના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યાં છે.
આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતના કારણે પુતિનને ઉલાનબાતરમાં ઉતર્યા બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આને પશ્ચિમી દેશોની સાથે આંતરરાષ્ટ્રીય અદાલત અને અધિકાર જૂથોની અવગણના તરીકે જોવામાં આવે છે. 2022 માં રશિયન સૈનિકોએ દેશ પર આક્રમણ કર્યું ત્યારથી યુક્રેનિયન બાળકોના કથિત ગેરકાયદેસર દેશનિકાલ માટે રશિયન નેતા હેગ સ્થિત કોર્ટમાં વોન્ટેડ છે.
યુક્રેને ગુસ્સો વ્યક્ત કર્યો
પુતિનની મુલાકાત પર યુક્રેને ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ સાથે યુક્રેને મંગોલિયા પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તે જે કરી રહ્યું છે તેનો સીધો અર્થ એ છે કે તે પુતિનને યુદ્ધ અપરાધોમાં સમર્થન આપી રહ્યું છે, તેમને પુતિનને એરપોર્ટ પર રોક્યા નથી. વોરંટ મુજબ પુતિનની ધરપકડ કરવાની જવાબદારી મંગોલિયાની છે.
યુક્રેનના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય વોરંટ પર વોન્ટેડ રશિયન નેતા વ્લાદિમીર પુતિનની ધરપકડ કરવામાં મંગોલિયાની નિષ્ફળતાએ આંતરરાષ્ટ્રીય ફોજદારી કાયદા પ્રણાલીને ગંભીર ફટકો આપ્યો છે.
મંગોલિયાનું નિવેદન પણ આવ્યું
મગોલિયન સરકારે પુતિનની ધરપકડ કરવાના કોલ પર કોઈ ટિપ્પણી કરી નથી. રાષ્ટ્રપતિ ઉખ્નાગીન ખુરેલસુખના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પરના અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ICCએ પત્ર મોકલીને તેમની મુલાકાત દરમિયાન વોરંટનો અમલ કરવા કહ્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/