અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ

10:33 AM Sep 19, 2024 | gujaratpost

Share Market Today : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી છે. આજે ગુરુવારે ભારતીય શેરબજાર ફાયદા સાથે ખુલ્યું હતું અને શરૂઆતના કારોબારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. યુએસ ફેડએ બુધવારે રાત્રે 4 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. ફેડે વ્યાજ દરમાં 0.50 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. ફેડ પણ દરમાં વધુ ઘટાડો કરે તેવી અપેક્ષા છે. ફેડ રેટ કટના કારણે લોન સસ્તી બની છે. આ કારણે ભારત જેવા ઉભરતા બજારોમાં સારી એવી રકમનું રોકાણ જોવા મળશે.

સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ આજે 411 પોઈન્ટના વધારા સાથે 83,359.17 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 0.74 ટકા અથવા 605 પોઇન્ટના વધારા સાથે 83,546 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના તમામ 30 શેર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યાં હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.69 ટકા અથવા 173 પોઇન્ટના વધારા સાથે 25,551 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 48 શેર લીલા નિશાન પર અને 2 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

Trending :

આઇટી અને રિયલ્ટી શેરોમાં ઉછાળો

આઈટી અને રિયલ્ટી શેરોમાં શરૂઆતી ટ્રેડિંગમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી ITમાં સૌથી વધુ 1.32 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી નિફ્ટી રિયલ્ટીમાં 1.21 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.30 ટકાનો વધારો થયો છે. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.05 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.69 ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં 0.40 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.90 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.84 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.53 ટકા, નિફ્ટી મીડિયામાં 0.41 ટકા, મેટલમાં 0.41 ટકાનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી એફએમસીજીમાં 0.08 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.51 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.89 ટકા,નિફ્ટી ઓટોમાં 0.66 ટકા અને નિફ્ટી બેન્કમાં 0.89 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526