+

55 વર્ષે જેલમાં...GPCB ના લાંચિયા બાબુ પર Acb નો સકંજો, રૂ.1.25 લાખની લાંચ લેતા ઝડપાયા

પોરબંદરઃ એસીબીએ રાજેશ વિઠ્ઠલભાઇ ચૌહાણ, ઉ.વર્ષ 55, નાયબ પર્યાવરણ ઇજનેર, વર્ગ-2, ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ, માધવાણી કોલેજની સામે, પોરબંદરને રૂપિયા 1.25 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે. ગુનાનુ સ્થળ: ગ

પોરબંદરઃ એસીબીએ રાજેશ વિઠ્ઠલભાઇ ચૌહાણ, ઉ.વર્ષ 55, નાયબ પર્યાવરણ ઇજનેર, વર્ગ-2, ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ, માધવાણી કોલેજની સામે, પોરબંદરને રૂપિયા 1.25 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે.

ગુનાનુ સ્થળ: ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડની ઓફિસ, માધવાણી કોલેજની સામે, પોરબંદર

ફરીયાદીના સુદામાં ડેરી ખાતે આવેલા પ્લાન્ટમાં કોઇ પણ પ્રકારની ખામી ન કાઢવા માટે દર મહિને રૂ.25 હજાર લેખે 5 મહિનાના 1.25 લાખ રૂપિયા માંગવામાં આવ્યાં હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપી આવી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી જીપીસીબીના અધિકારીઓ અને કર્મચારીઓનો આતંક વધી ગયો છે. કંપનીઓ પાસે કોઇને કોઇ રીતે લાંચ માંગવામાં આવી રહી છે અને નાના ઉદ્યોગપતિઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે.

ટ્રેપીંગ અધિકારી: બી.કે.ગમાર, પોલીસ ઇન્સ્પેકટર, પોરબંદર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી: બી.એમ.પટેલ, I/C મદદનીશ નિયામક, એ.સી.બી.જૂનાગઢ એકમ

Trending :
facebook twitter