રાજકોટથી તપાસની શરૂઆત કરવામાં આવી
આગામી દિવસોમાં અન્ય ઝોનલ ઓફિસમાં પણ તપાસ થશે
રાજકોટઃ ગુજરાતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગે રૂપિયા 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રીની તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ડીએચ કોલેજના મેદાનમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં બુધવારે સાંજે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. રાજકોટ ઝોન 5માં વર્ષ 2024-25 દરમિયાન પ્રોપર્ટીના થયેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને લઈને બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.
પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આવકવેરા વિભાગે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આવતા દિવસોમાં અન્ય ઝોનલ કચેરીઓમાં પણ આ જ રીતે તપાસ થવાની પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન મુજબ રૂપિયા 30 લાખથી વધુના જેટલા પણ વ્યવહારો થયા હોય તે ઇન્કમટેક્સ વિભાગને ફોર્મ 16 1Aમાં ફિલઅપ કરીને સબમીટ કરવાના હોય છે. ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા સબમિટ કરાવવામાં આવેલ માહિતી પૂર્ણ છે કે કેમ તેમજ અન્ય કોઈ વિગતો અધૂરી છે કે કેમ તેવા મુદ્દાઓને લઇને આઇટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/