વડોદરાઃ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રસદ, આંકલાવ અને ખંભાત વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે રાહુલ ગાંધીનો કાફલો અંધારીયા ચકલા પહોંચશે. આણંદ, ઉમરેઠ, પેટલાદ વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ત્યાં તેમનું સ્વાગત કરશે.
હાલમાં અમૂલની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તે સંદર્ભે રાહુલ ગાંધી બપોરે 3 વાગ્યે જીટોડિયા સ્થિત બંધન પાર્ટીપ્લોટ ખાતે સહકારી આગેવાનો તેમજ અમૂલના સભાસદો સાથે સંવાદ કરશે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ આદરણીય શ્રી @kharge જી અને લોકસભાના વિરોધપક્ષના નેતા જનયોદ્ધા શ્રી @RahulGandhi જી નો તા. ૨૬/૦૭/૨૦૨૫નો કાર્યક્રમ. pic.twitter.com/uizci0TfUJ
— Gujarat Congress (@INCGujarat) July 25, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/