કોંગ્રેસે મોદીનો ધડ અને હાથ વગરનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો
યુપીઃ પહેલગામ હુમલા બાદ કોંગ્રેસે મોદી સરકારને ઘેરી રહી છે અને કોંગ્રેસના કેટલાક નેતાઓ આ હુમલા માટે પાકિસ્તાન જવાબદાર નથી તેવુ્ં આડકતરી રીતે કહી રહ્યાં છે, જેને કારણે હવે રાહુલ ગાંધીનો વિરોધ શરૂ થઇ ગયો છે.
રાહુલ ગાંધીની અમેઠીની એક દિવસીય મુલાકાત પહેલા રાજકીય વાતાવરણ તંગ બન્યું છે, અમેઠીમાં બસ સ્ટેશન બાયપાસ, HAL કેમ્પસ અને અન્ય મુખ્ય સ્થળોએ કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જેમાં લખ્યું છે રાહુલ ગાંધી આતંકવાદનો સાથી. આવા જ પોસ્ટર્સ રાયબરેલીમાં પણ લગાવવામાં આવ્યાં છે.
આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, રાહુલ રાયબરેલીથી સાંસદ છે અને તેમનો હવે અહીં જ વિરોધ શરૂ થઇ ગયો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++