+

ACB ટ્રેપઃ પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ .25 હજારની લાંચ લેતા ઝડપાયો

બનાસકાંઠાઃ એસીબીએ વધુ એક લાંચિયા બાબુને લાંચની રકમ સાથે ઝડપી લીધો છે. અરવિંદ ભીખાભાઈ આલ (દેસાઈ), હોદ્દો-અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-3), નોકરી-તાલુકા પોલીસ સ્ટેશન પાલનપુરને રૂપિયા 25 હજારની લાંચ લેતા

બનાસકાંઠાઃ એસીબીએ વધુ એક લાંચિયા બાબુને લાંચની રકમ સાથે ઝડપી લીધો છે. અરવિંદ ભીખાભાઈ આલ (દેસાઈ), હોદ્દો-અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-3), નોકરી-તાલુકા પોલીસ સ્ટેશન પાલનપુરને રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.

ટ્રેપનું સ્થળઃ ડેરી રોડ શિવાલયા સોસાયટીની સામે, જાહેર રસ્તા ઉપર શેરડીના કોલા ઉપર પાલનપુર

ફરીયાદી ઉપર પહેલા ગુનાઓ દાખલ થયેલા હતા. હાલમાં સરકાર દ્વારા અસામાજિક તત્વોના મકાનો દબાણમાં હોય તો તે મકાનોને તોડવા અંગેની કાર્યવાહી ચાલુ છે. આરોપી પોલીસકર્મીએ આ પ્રકારની કાર્યવાહીની કોઈ જવાબદારી પોતાના હસ્તક ન હોવા છતાં ફરિયાદીનું મકાન તોડી પાડવા ધમકી આપી હતી અને જો રિપોર્ટ પોઝિટિવ કરવો હોય તો લાંચની માંગણી કરી હતી.

ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં લાંચના છટકામાં પોલીસકર્મી આવી ગયો હતો. જો તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છે.

ટ્રેપિંગ અધિકારી: એન.એચ.મોર.
પોલીસ ઇન્સ્પેકટર,
બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર

સુપરવિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter